ચાલુ શોધીએ માછલી પાણીમાં ક્યાં છુપાઈને રહે છે?
તમે માછલી પકડવાનું પ્રયાસ કરો તે પહેલાં, માછલીઓ ક્યાં છે? તે તમને શોધવો પડે. તમને એ યાદ રાખવો જોઇએ કે લગભગ જ્યાં પાણી, ઓક્સિઝન અને આવરણના પૂરતા પ્રમાણમાં પાણી હોય ત્યાં બધી જગ્યાએ માછલીઓ જોવા મળે છે. તમે અમુક જગ્યાએ પાણીની સપાટીએથી પણ માછલીઓના ઝુંડ ની એકદમ નજીકથી ખાત્રી કરી શકો છો. જે માછલી પકડવાની દ્રષ્ટિએ એક ખૂબ જ સારા સંકેત છે. હવે આપણે જાણીએ છીએ કે માછલીઓ ત્યાં પાણી માં છે. હવે તેઓને આસાનીથી શોધી શકો છો.
દરેક માછલીઓ અલગ અલગ પ્રકારની હોય છે. કારણ કે દરેક માછલીઓ જુદા જુદા પ્રકારના પાણીની અંદર રહે છે. માછલીઓ અલગ અલગ પર્યાવરણીય પરિસ્તીથીઓને સહન કરી શકે છે. કારણ કે પાણીમાં નમકની માત્રા, ઓક્સિઝનની માત્રા, ખોરાકની માત્રા, પાણીનું તાપમાન, પાણી ની અંદરની ગુપ્ત જગ્યાઓ વગેરે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. દરિયાના ખારા પાણીમાં માછલીઓ દુનિયામાં વધુ જોવા મળે છે. પરંતુ અમુક માછલીઓ ખારા પાણી માં પણ જીવિત રહી શક્તી નથી. તેઓ મીઠા પાણીના ડેમો, તળાવો, જળાશયો, પાણીના બંધ વગેરે માં રહે છે. દરિયાના પાણીની માછલીઓને ખારા પાણીની માછલીઓ જ્યારે તળાવો, જળાશયો માં રહેનારી માછલીઓને મીઠા પાણીની માછલીઓ કહેવામાં આવે છે. અમુક માછલીઓ ખારા અને મીઠા પાણીમાં પણ રહી શકે છે. ગુજરાત માં 1400km નું દરિયા કિનારો છે, એટલા માટે અહીં દરિયા ના ખારા પાણીની માછલીઓનું પ્રમાણ વધારે છે. તેથી અહીંની માછલીઓ પોતાના શરીરમાં નમકની માત્રા સંતુલિત રાખવામાં ખૂબ જ સક્ષમ હોય છે. અહીં ગોલ ફિશ, શેરમાઈ, બુમલા, કાટી વગેરે જેવી માછલીઓ ખૂબ જ પ્રસિદ્ધ છે.

બીજી એક વસ્તુ માછલીમાં જોવા મળે છે, અમુક માછલીઓ માં ઓક્સિઝન નું પ્રમાણ વધારે હોય છે તેથી તે
માછલીઓનું વજન પણ ખૂબ જ હોય છે. દરેક માછલીને જીવિત રહેવા માટે પુરતા પ્રમાણમાં ઓક્સિઝનની જરૂર પડે છે. એ વાત અલગ છે કે અમુક માછલીઓને ઓછી માત્રા માં ઓક્સિઝન ની જરૂર પડે છે. જ્યારે તળાવો, જળાશયો, ડેમો વગેરેમાં રહેતી માછલીઓ તેની અંદર રહેલા છોડ કે ઝાડ માંથી પણ ઓક્સિઝન મેળવી લે છે. તળાવો અને જળાશયો ના અંદરના છોડ કે ઝાડ પ્રકાશ મારફતે ઓક્સિઝન ઉમેરતા હોય છે, આ પ્રક્રિયાથી તેઓ પોતાના અસ્તિત્વ માટે તેનું ઉપયોગ કરતા હોય છે. તેમજ આસપાસની હવામાંથી પણ ઓક્સિઝન પાણીની અંદર પ્રવેશ કરે છે. તમને દરિયાઈ પાણીમાં ખારા પાણીની અને તળાવો, ડેમો, જળાશયો વગેરે માં મીઠા પાણીની માછલીઓ જોવા મળશે. માછલીઓની માત્રા ખોરાક ની માત્રા પર પણ આશ્રિત હોય છે. દરેક માછલીઓને ખોરાકની જરૂર પડે છે, ખોરાક માટે અન્ય માછલીઓ સાથે પણ સ્પર્ધક બનવું પડે છે. જેથી માછલીના ચોક્કસ વિસ્તારનું તમે અનુમાન લગાવી શકો છો.

માછલીઓ અલગ અલગ વિસ્તારના અલગ અલગ તાપમાન વાળા પાણી માં પણ રહે છે. અમુલ માછલીઓ લવચીક હોય છે. તેમની પાસે ખૂબ જ વધારે તાપમાનમાં રહેવાની પણ ક્ષમતા હોય છે. જ્યારે અમુક માછલીઓને જીવવા અને રહેવા માટે સામાન્ય તેમજ ઠંડા પાણીની જરૂરત પડે છે. ટ્રાઉટ હમેશા ઠંડા પાણીમાં જ જોવા મળશે, માછલી પકડવા માટે કઈ માછલી ક્યાં પાણી માં રહે છે તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. માછલીઓ તેમના અનુકૂળ વાળા વાતાવરણ અને પાણીમાં રહે છે. પાણીની ગુણવત્તા નક્કી કરે છે કે કયા વિસ્તારમાં કઈ માછલી છે, બસ તમને પાણીની ગુણવત્તા ની જાણ હોવો જરૂરી છે. પ્રદુષિત પાણી કરતા સારી ગુણવત્તા વાળો પાણી માછલીઓને જીવવા માટે વધુ અનુકૂળ આવે છે. તેમજ પૂરતા પ્રમાણમાં ઓક્સિઝન પણ મળી રહે તો તે વિસ્તારમાં માછલીઓ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યાં પાણી દૂષિત, ઓક્સિઝનની ઓછી માત્રામાં હોય કે પછી જ્યાં સ્થિર પાણી હોય ત્યાં માછલીઓનું જથ્થો ખૂબ જ ઓછો હોય છે.
જ્યારે અમુક માછલીઓ દૂષિત પાણીમાં પણ જીવિત રહી શકે છે, દા.ત કાર્પ. જ્યારે મોટા ભાગની માછલીઓને રહેવા માટે સારી ગુણવત્તા વાળા પાણીની જરૂર પડે છે. કઈ માછલી ક્યાં વિસ્તારમાં રહે છે, એની જાણકારી એક સફળ માછીમાર ની નિશાની છે. પાણીમાં માછલીના જથ્થા ને શોધવા માટે ઘણા બધા પરિબળોનું સામનો કરવો પડે છે. જેવા કે નમક વાળું પાણી, ઓક્સિઝનનું સ્તર, પાણીનું તાપમાન વગેરે. તમામ માછલીઓ અલગ અલગ હોય છે. જેના લીધે તમને પણ માછલી પકડવામાં ફાયદાકારક સાબિત થાય છે. અને આપણને ક્યાં પાણી માં કઈ જગ્યાએ કેટલા સ્તર પર કેટલી માછલીઓ છે, તે સમજવામાં નફો થાય છે.



Comments
Post a Comment